ગઝલ
આવે છે હવા મતવાલી,ઉઘાડી રાખજો બારી,
ઊભો છે દ્વારે કો સવાલી ,ઉઘાડી રાખજો બારી.
ખુશાલીનો વખત છે,ગર્વિત છે ચાંદ -તારાઓ,
છેડે છે સરગમ ક્વ્વાલી,ઉઘાડી રાખજો બારી.
હતે જો હાથમાં કંઈ પણ, સમય છીનવી લેતે,
ને મન બની બેસે મવાલી,ઉઘાડી રાખજો બારી.
પ્રકાશ પાલવમાં ભરી,અમાવસ્યા દોડતી આવે,
દિવડાની છે દિવાલી , ઉઘાડી રાખજો બારી.
અમે બીડું ઝડપ્યું છે,વાદળાં ને વરસાવવાનું,
સરોવરમાં કરશું ખાલી, ઉઘાડી રાખજો બારી .
નથી ઉપાડવું વજન,મદ-મોહ-લોભ-મત્સરનો,
છોડી દેવી છે આ હમાલી,ઉઘાડી રાખજો બારી
***
-'કાન્ત '
આવે છે હવા મતવાલી,ઉઘાડી રાખજો બારી,
ઊભો છે દ્વારે કો સવાલી ,ઉઘાડી રાખજો બારી.
ખુશાલીનો વખત છે,ગર્વિત છે ચાંદ -તારાઓ,
છેડે છે સરગમ ક્વ્વાલી,ઉઘાડી રાખજો બારી.
હતે જો હાથમાં કંઈ પણ, સમય છીનવી લેતે,
ને મન બની બેસે મવાલી,ઉઘાડી રાખજો બારી.
પ્રકાશ પાલવમાં ભરી,અમાવસ્યા દોડતી આવે,
દિવડાની છે દિવાલી , ઉઘાડી રાખજો બારી.
અમે બીડું ઝડપ્યું છે,વાદળાં ને વરસાવવાનું,
સરોવરમાં કરશું ખાલી, ઉઘાડી રાખજો બારી .
નથી ઉપાડવું વજન,મદ-મોહ-લોભ-મત્સરનો,
છોડી દેવી છે આ હમાલી,ઉઘાડી રાખજો બારી
***
-'કાન્ત '
No comments:
Post a Comment