ગઝલ
વેદ મંત્રનો વિચાર છું,
છું ;હું ૐ નો ઉચ્ચાર છું.
શ્રદ્ધા કદી નહીં ડગમગે,
સરસ્વતીનો હુંકાર છું.
વૃક્ષ પર જો ટહુકો ઊગે ,
કોકિલાનો પોકાર છું.
પાનખર ઉદાસ ન કરે,
વસંતનો વિસ્તાર છું.
ગાંઠમાં કશું ન રોકડું,
ઉધારનો જ વહેવાર છું.
જીવનને ચાહું એટલે,
શ્વાસ અનરાધાર છું.
મને કોઈ માપી ન શકે,
અનહદનો વિસ્તાર છું.
***
-'કાન્ત '
વેદ મંત્રનો વિચાર છું,
છું ;હું ૐ નો ઉચ્ચાર છું.
શ્રદ્ધા કદી નહીં ડગમગે,
સરસ્વતીનો હુંકાર છું.
વૃક્ષ પર જો ટહુકો ઊગે ,
કોકિલાનો પોકાર છું.
પાનખર ઉદાસ ન કરે,
વસંતનો વિસ્તાર છું.
ગાંઠમાં કશું ન રોકડું,
ઉધારનો જ વહેવાર છું.
જીવનને ચાહું એટલે,
શ્વાસ અનરાધાર છું.
મને કોઈ માપી ન શકે,
અનહદનો વિસ્તાર છું.
***
-'કાન્ત '
No comments:
Post a Comment