ગઝલ
કૈંક જાદુ હશે શબ્દના વિસ્તારમાં ,
નહિતર ફાવે નહીં, એ પ્રચારમાં.
ડાયરીમાં ભલે હું, જાતને ચીતરું,
રહે છે જગત આખું વિચારમાં.
મત્સ્યની આંખ છે છેતરામણી,
કેમ આવી ગઈ એ કોઈના પ્રહારમાં ?
પાનખરમાંયે આ ઈચ્છાઓ મ્હોરે,
ગૂંગળાઈ જાય એ મસ્ત બહારમાં.
હવે તો તું કહે એ બધું કબૂલ છે,
શાને ભટકે છે રદ થયેલા કરારમાં ?
***
-'કાન્ત'
કૈંક જાદુ હશે શબ્દના વિસ્તારમાં ,
નહિતર ફાવે નહીં, એ પ્રચારમાં.
ડાયરીમાં ભલે હું, જાતને ચીતરું,
રહે છે જગત આખું વિચારમાં.
મત્સ્યની આંખ છે છેતરામણી,
કેમ આવી ગઈ એ કોઈના પ્રહારમાં ?
પાનખરમાંયે આ ઈચ્છાઓ મ્હોરે,
ગૂંગળાઈ જાય એ મસ્ત બહારમાં.
હવે તો તું કહે એ બધું કબૂલ છે,
શાને ભટકે છે રદ થયેલા કરારમાં ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment