Friday, 15 June 2018

સ્પર્શ 

                   'ચાલ   કવિતાની  મોસમ  છે , વરસતા  જઈએ ,
                    ગીત   હો   કે   ગઝલ , ચાલ  તરસતા  જઈએ ! 

     કવિતા  કવિને  ભીતરથી  આકુળવ્યાકુળ  કરી  મૂકે છે. આ એક એવી  મોસમ છે 
કે જયારે કવિ  ઝંખે  છે  શબ્દને ! અને શબ્દ હાથવગો  થાય  ત્યારે  એકમેકથી  ભીં -
જાવાનો  આનંદ  હોય  છે. કવિતાનો  સ્પર્શ જુદો  હોય છે.એ કવિના હૃદયમાં  કોઈક 
સળવળાટ  ઊભો  કરી દે છે.
                     બંધ   હોઠમાં   સોળ    વરસની   કન્યા  આળસ  મરડે,
                     વરસાદ ભીંજવે ,મને ભીંજવે તું ,તને વરસાદ ભીંજવે !
      આ વરસાદની  જેમ કવિતા પણ તન-મનને  ભીંજવે છે. અને જેણે  કવિતાનો 
સંગ  કર્યો  ....કવિતાની  સોબત  કરી.બસ તે પછીની  સ્થિતિને  શબ્દોમાં  વર્ણવી 
અઘરી છે. કવિતાનો  ઉઘાડ વરસાદ પછી  ઉઘડતા  તડકા જેવો  છે.કારણ કે એમાં 
શબ્દોના તેજની સાથે  ભાવના ભેજનો પણ પ્રાસ મળે  છે !
                     સાંધ્યદીપની   સાંજ  અને  કવિતા ઢોળાય મારા  ગોખમાં,
                     જાણે  દાદા-દાદી  પાર્કમાં, છવાયું  વાદળું  ગીતનું કોકમાં !
     અને કવિ ગમે એટલો  મોટો થાય ....ઊંચા આસને બિરાજે  પણ  એનામાં રહેલી 
પેલી  કવિતા  એની  સંવેદનશીલતાને  મરવા દેતી નથી.એનું મન તો  કવિતાની 
પાસે જ હોય અને  મોર બનીને થનગાટ કર્યા કરે ! સાંધ્યદીપના (ભુજના  વરિષ્ઠ 
નાગરિક કવિઓની સંસ્થા ) કવિયત્રી  લતાબહેન  સોલંકીએ  આજે આ વાતને 
સાર્થક કરી.આજે સવારેજ  તેમને ભુજ નગર પાલિકાના પ્રમુખપદની  જવાબદારી 
સંભાળી  અને સાંજે  કવિતા પાઠ કરવા માટે  'સાંધ્યદીપ'ની  મહેફિલમાં  આવી પહોંચ્યા !
બસ આ છે કવિતાનો જાદુ  !
                      

No comments:

Post a Comment