Monday, 25 June 2018

ગીત  !

કેદૂણો   તરસાવે   છે   આ  મેઘ   બાઈજી  !
પાણી  કયાં  વરસાવે છે આ મેઘ બાઈજી  ? 

કાળી  ઘટા  સાવનની ,દોડે છે ઘટ ઘટમાં,
સૂકાઈ  ગયાં  છે  પાન , પાદરના   વટના  !
કૂવાના  જળ  પણ  ઊતર્યાં  છે પાતાળમાં !
તરશ  કયાં  છિપાવે  છે   આ મેઘ બાઈજી  ?

છે  ધરતીનો  લાડો ,મીં આવે ;આવે માધો,
ઝં ખે  એને સૌ  સંસારી  અને  ઝં ખે  સાધો !
કરે  મોર   કેકારવ  , બપૈયા -દાદુર  બોલે,
નાતો   કયાં  નિભાવે  છે આ   મેઘ બાઈજી  ?

લીલી  ઓઢણી ઓઢવાની  ધરાની ઈચ્છા,
કેમ  કરતો નથી  એ   ઘરવાળીની  પૃચ્છા ?
કહી  દ્યો  એને  ઝટપટ  એ અંતરપટ ખોલે,
શાતા  કયાં  પસરાવે છે  આ મેઘ  બાઈજી  ?

સચરાચર  વરસે , ગાજવીજ   થઈ  ડણકે ,
એના આગમને  ભલભલાની  છાતી  થડકે !
ગગન  વિહારી  એ  ધરા પર આવે  વટથી,
'કાન્ત' ને કેમ વિસરાવે છે આ મેઘ બાઈજી ?
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

          






No comments:

Post a Comment