Friday, 15 June 2018

આવજો  !
ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

સાંજ  છે  ને  બાગ  છે  તો  આવજો !
લાગણીમાં  આગ  છે  તો   આવજો !

ચોતરફ  આ  ગામમાં   છે  આડશો,
ખંડણીમાં    ભાગ   છે   તો આવજો !

માણસો એ       છેતરાતા     આવશે,
આંગણામાં    રાગ    છે તો આવજો !

પાથરી   છે   જાળ    એણે    ફાંસવા,
 કાપવાનો   લાગ   છે  તો  આવજો !

માગણી  છે  'કાંત'ની આ ગઝલમાં,
ભીંત પર  જો  કાગ છે તો  આવજો !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







No comments:

Post a Comment