music !
તન-મનને તરબતર રાખે છે music !
ગમ -ને - બે- અસર, રાખે છે music !
સારે ગામાની મસ્તી , છે ખુશમિજાજી,
સૂરોથી સજ્જ ડગર, રાખે છે music !
સામવેદ પણ સંગીતથી સભર છે,
ગીતોથી ગૂંજતું નગર , રાખે છે music !
તાનસેન-તાનારીરી કદી નહીં ભુલાશે,
સુરભિના તાલની ખબર, રાખે છે music !
મોજ થઈને મ્હાલે એ મારા સદનમાં,
'કાન્ત'ને રોજ અમર રાખે છે music !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
તન-મનને તરબતર રાખે છે music !
ગમ -ને - બે- અસર, રાખે છે music !
સારે ગામાની મસ્તી , છે ખુશમિજાજી,
સૂરોથી સજ્જ ડગર, રાખે છે music !
સામવેદ પણ સંગીતથી સભર છે,
ગીતોથી ગૂંજતું નગર , રાખે છે music !
તાનસેન-તાનારીરી કદી નહીં ભુલાશે,
સુરભિના તાલની ખબર, રાખે છે music !
મોજ થઈને મ્હાલે એ મારા સદનમાં,
'કાન્ત'ને રોજ અમર રાખે છે music !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment