વરસાદ !
ભીંજાવા ને છો તૈયાર ? વરસાદ આવશે !
મળવા ને છો બેકરાર ? વરસાદ આવશે !
પથ્થરોના આ શહેરમાં , હું ઘાયલ છું ,
કરીશ તું ઉપચાર ? વરસાદ આવશે !
ચાલ ઊઘડી જઈએ બેઉ, સામસામે,
કરે છે શો વિચાર,?વરસાદ આવશે !
રિમઝિમ સાવનની ઘટા કરી દે પાગલ,
થશે મિલનનો કરાર ?વરસાદ આવશે !
બારે મેઘ ખાંગા થશે , જોજે અચાનક,
તું થશે નહીં ને ફરાર ?વરસાદ આવશે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભીંજાવા ને છો તૈયાર ? વરસાદ આવશે !
મળવા ને છો બેકરાર ? વરસાદ આવશે !
પથ્થરોના આ શહેરમાં , હું ઘાયલ છું ,
કરીશ તું ઉપચાર ? વરસાદ આવશે !
ચાલ ઊઘડી જઈએ બેઉ, સામસામે,
કરે છે શો વિચાર,?વરસાદ આવશે !
રિમઝિમ સાવનની ઘટા કરી દે પાગલ,
થશે મિલનનો કરાર ?વરસાદ આવશે !
બારે મેઘ ખાંગા થશે , જોજે અચાનક,
તું થશે નહીં ને ફરાર ?વરસાદ આવશે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment