Monday, 25 June 2018

વાદળ !

વાદળ ,તું  ફાટી  પડ ,પડ   હેઠું !
શાને   કર તું    અમારાથી  ખેટું  ?

મેઘતૃષ્ણાનો   મુલક    અમારો
વર્ષા  પર  સઘળો   છે  આધાર ,
બાપ  વરસી   પડ  સચરાચાર ,
કરી   દે   કચ્છડાનો   બેડોપાર !

વાદળ ,દોડીને  જળને કર એઠું  !
શાને   કર  તું  અમારાથી   ખેટું ? 

અષાઢ    અમારો  , જીવનદાતા
અષાઢી  બીજ   શ્રી નો શણગાર
ઓઢો જામ  - હોથલ   પદમણી ,
આવશે ,   ભુજિયાનો   ભણકાર !

વાદળ, તું , દોડ ,હવે  ભર  દોટું !
શાને   કર   તું   અમારાથી  ખેટું  ?

નેજવાં  ધરીને   આજે  સૌ ઊભાં 
દાદુર  - બપૈયા - મયુર    બોલે,
જો,સીમ    કરે    છે    સાદ  તને ,
મોરચંગ     અંતરપટ       ખોલે !

વાદળ, તું હમીરસરને  કર  બેઠું,
શાને  કર   તું   અમારાથી   ખેટું ?
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment