ગઝલ
હોઠ પર બસ એક જ નામ,વરસાદ !
પજવે છે હવે આ ઘામ,વરસાદ !
વાદળાં આમતેમ વિચરે નભમાં,
વરસી પડ ગામે -ગામ , વરસાદ !
માટીની મીઠી સોડમ પ્રસરે શ્વાસમાં,
રંગીન બનાવી દે શામ, વરસાદ !
હમીરસર ચાતકની જેમ રાહ જુએ,
એના જાજેરા તને પ્રણામ,વરસાદ !
મોટો બંધ ભુજનો આર્તનાદ કરે,
ધસી આવ કહી જી નામ, વરસાદ !
***
-'કાન્ત'
હોઠ પર બસ એક જ નામ,વરસાદ !
પજવે છે હવે આ ઘામ,વરસાદ !
વાદળાં આમતેમ વિચરે નભમાં,
વરસી પડ ગામે -ગામ , વરસાદ !
માટીની મીઠી સોડમ પ્રસરે શ્વાસમાં,
રંગીન બનાવી દે શામ, વરસાદ !
હમીરસર ચાતકની જેમ રાહ જુએ,
એના જાજેરા તને પ્રણામ,વરસાદ !
મોટો બંધ ભુજનો આર્તનાદ કરે,
ધસી આવ કહી જી નામ, વરસાદ !
***
-'કાન્ત'