Monday, 13 January 2014

-------------------------------------સ્પર્શ ---------------------------------
---આજે બચપણની સ્મૃતિઓ એકસામટી મારા ઉપર આક્રમણ કરે છે !જયાં 
નજર કરું ત્યાં મને મારા ગામના પાદરમાં ઊભેલો જોઉં છું.મારોપતંગ (પડાઈ )
ઊંચે  આકાશમાં ચગે છે.ઊંચે જોઉં છું તો રંગબેરંગી  પતંગો મેઘધનુષ્ય રચી 
રહ્યા છે ! અચાનક આજુબાજુથી 'એઈ ! કા....ટા...એ.....ઈ ...કા...ટા... ની ચિ -
ચિયારીઓ  સંભળાય  છે !હું તન્દ્રામાંથી બહાર આવું છું. 
---હા,આજે પતંગપર્વ 'ઉત્તરાયણ' છે.પચાસ વર્ષ પહેલાની નાનપણની યાદો 
મને વીંટળાઈ વળે છે !મિત્રોના ચહેરા સામે તરવા લાગે છે.સાથે દેખાય છે પતં -
ગોથી છવાયેલું આકાશ !રંગ રંગના અને ભાત ભાતના પતંગોની એક રળિયા -
મણી ભાત આખા આકાશને શણગારી દે છે !મુક્ત હવામાં મસ્ત થઈને ઊડતા,
ડોલતા ને પેચ લડતા રંગબેરંગી પતંગો જાણે મારા બાળ મનના ઉમંગો,ઝંખના 
ની છબી બની રહે છે !
---બચપણમાંથી હું ઝડપથી પ્રૌઢાવસ્થામાં પાછો આવું છું.ઘણું બધું બદલાઈ 
ગયું છે. સમય,સ્થળ,કાળ,મિત્રો.....પણ પતંગતો એ જ મસ્તીથી આકાશમાં ઊડ -
તો રહ્યો છે !એને કોઈ સંજોગો કડી નડ્યા નથી.સરહદના કોઈ સીમાડા..ધર્મના 
કોઈ બંધન ....ઊંચ-નીચ કે ગરીબ-તવંગરના કોઈ ભેદભાવ પતંગના ઉડાનને 
રોકી શક્યા નથી.
---પતંગને માણસે ખૂબ ચગાવ્યો છે.પતંગને માણસે કાપ્યો પણ છે.પતંગે માણ-
સને પ્રેમ કરતાં શીખવાડયું છે.પતંગે માણસને વિજ્ઞાન આપ્યું છે.સાહિત્ય,કલા 
અને સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે. આકાશમાં ઊડવાની માનવીની ઝંખના 
વિમાનમાં પરિપૂર્ણ થઈ ,પરંતુ વિમાન માટેની પ્રેરણા પતંગે પૂરી પાડી છે.
---આપણું જીવન પણ આ પતંગ જેવું જ છે.કયારેક ઊડવું ,કયારેક કપાવું ,કયા-
રેક ફાટી જવું ,કયારેક ફસાઈ જવું ......!અરે.....!જરા આકાશ તરફ જુઓ.... એક 
સુંદર પતંગ ચગી રહ્યો છે...પ્રિયતમાના હાથમાં પતંગની દોર છે. એ જાણે પોતા-
ના પ્રિયતમને કહી રહી છે,'તું મારો પતંગ ને હું તારી દોર...!કાનમાં પડઘા પડે 
છે...'चली चली रे पतंग मेरी चली रे ,चली बादलों के पार ,चली डोर पे सवार,सारी 
दुनिया देख ये डरी रे !'
--------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.13-01-2014,સોમવાર,09:27 PM )
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++  

No comments:

Post a Comment