Thursday, 2 January 2014

--------------ગઝ્લ ---------------
જાગરણની વેળા,તું કયો સિતારો છે ?
મારાં સપનાંનો ,  તું કયો ઈશારો છે  ?

જિંદગીની છે બાજી ,નસીબના છે ફેરા ,
કાળની નદીનો તું  ,કયો  કિનારો  છે  ?

ફૂલનો દઈ ભરોંસો , કાંટાએ  છેતર્યો ,
કયા રંગનો તું અજનબી ચિતારો છે ?

ભેટ શું આપું કોઈ ચીજ દેખાતી નથી ,
આ આંસુઓનાં મોતીઓનો પટારો છે.

પલાંઠી વાળી બેઠો શબ્દનો સાધક થઈ ,
'કાન્ત ' સાંધ્યદીપનો ઊંચો મિનારો છે!
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------------     

No comments:

Post a Comment