Friday, 24 January 2014

-------------------------------  સ્પર્શ ----------------------------------------
---આજે National Voters Day છે.લોકશાહી માટેની સંજીવની એટલે મત આપવા -
નો અધિકાર.આ વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે,
આજના દિવસનું મહત્વ ખૂબ વધી જાય છે.આજે દેશનું વાતાવરણ  ડહોળાયેલું 
લાગે છે.દેશવાસીઓના મનમાં સંતાપ છે.એક પ્રકારની માનસિક તાણ છે ,ત્યારે 
દરેક મતદારે શાંત અને સમતોલ મગજથી આજની ઘડીએ પોતાનો ધર્મ શો છે 
એ વિચારી લેવું જોઈએ.આ નિર્ણય લેવામાં લોકશાહીની સુરક્ષા અને સ્થિરતાનું 
ધ્યેય જો એ નજર આગળ રાખશે ,તો એનો મત બિનચૂક રીતે એવા વોટીંગ મશી -
નમાં નોંધાશે,જે લોકશાહીનું અભેદ્ય કવચ બની રહેશે.
---આ ચૂંટણીમાં ભારતના મતદારોની જવાબદારી ખૂબજ વધી જાય છે.કેમ કે આ-
ગામી પાંચ વર્ષ માટે ભારતની બાગડોર એવા મજબૂત હાથોમાં સોંપવાની છે કે જે ,
દેશનો સાચા અર્થમાં વિકાસ કરે.વિશ્વ ફલક પર આપણી આન,માન,શાનને ઉજાગર 
કરે.એકએક મતદાર જયારે મત આપવા માટે બટન દબાવે ત્યારે એટલું યાદ રાખે કે,
એ લોકશાહીમાં પ્રાણ પૂરી રહ્યો છે.આજના દિવસે દરેક મતદારે સંકલ્પ કરવાનો છે કે.
હું અવશ્ય મતદાન કરીશ,યોગ્ય ઉમેદવારને મત આપીશ,કોઈ પણ જાતના પ્રલોભન 
ને વશ નહિ થાઉં,હું એક મત નહિ આપું તો શો ફેર પડશે ....આવી મનોવૃત્તિને ત્યજી 
દઈશ,મારા મિત્રો,પરિવારજનો અને પડોશીઓને મત આપવા માટે પ્રેરીશ !     

No comments:

Post a Comment