--------------ગઝલ--------------
રોજ બોલાવીને બારણાં બંધ કરી દે,
તું કહે ,પ્રેમની ધારણામાં કેમ આવું?
તુંજ પૂછે,તુંજ લૂંછે,તુંજ ફંફોસે હૃદય,
કહે,આપણાં સંભારણાંમાં કેમ આવું?
મારા સવાલોના જવાબ છે તારા કને?
કંટકો પાથર્યાં છે, આંગણામાં કેમ આવું?
એક ઘા- ત્રણ કટકા કરી શકું કવિ છું હું ,
ઈર્શાદ તું કહે હું માંગણાંમાં કેમ આવું ?
ગઝલ કહું તારા બહેરા થયેલા કાનમાં ,
'કાન્ત' માણસ છું ,સાણસામાં કેમ આવું ?
---------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------
No comments:
Post a Comment