Friday, 3 January 2014

---------------------ગીત----------------------
મનનું પંખી દૂર ગગનમાં પાંખ પ્રસારી આવ્યું રે !
મુજ જીવનમાં સૂર રેલાવી ગીત કોઈએ ગાયું  રે !

કેવી ગાંઠો  બાંધીતી ખુલી નહીં આ  જનમારામાં,
વીતી ગયું   આયખું  આખું  કરવા મારા-તારામાં !

નદીઓ ,પર્વત ,રત્નાકર બધું  વિસારી આવ્યું  રે ,
મુજ જીવનમાં સૂર રેલાવી ગીત કોઈએ ગાયું  રે!

લહર ચાલી ,લાગી મતવાલી કોઈના વરતારામાં,
કુમકુમ વરણી સંધ્યા ઊતરી  સાંઈના એક્તારામાં !

જવું કેમ ઘોર અંધારું 'કાન્ત' મારગ ન   લાધ્યું   રે,
મુજ જીવનમાં સૂર રેલાવી ગીત કોઈએ  ગાયું  રે!
----------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------------------------------




No comments:

Post a Comment