------------ગઝલ -------------
પ્રેમની થઈ ગઈ મસ્તી સવારમાં,
પ્રેમથી મળી ગઈ હસ્તી સવારમાં !
મારી પાછળ એવો દોડ્યો જમાનો,
પ્રેમ પર થઈ જબરદસ્તી સવારમાં !
પ્રેમરોગ ફેલાયો ચોતરફ ફટાફટ ,
પ્રેમની થઈ ગઈ પ્રશસ્તિ સવારમાં !
ઊછળયાં મોજાં સમંદરમાં પ્રેમનાં ,
પ્રેમની તરી ગઈ કશ્તી સવારમાં !
લયલા-મજનું 'આઉટડેટેડ'થઈ ગયાં,
પ્રેમની સડી ગઈ પસ્તી સવારમાં !
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------
No comments:
Post a Comment