Wednesday, 29 January 2014

-------------------------------સ્પર્શ-------------------------------------
---એક બ્રિટીશ મહિલા ભુજના સાંઘી દાદા-દાદી પાર્ક પાસે ઊભી રહી ગઈ.
એની ભૂરી આંખો ગાંધીજીની પ્રતિમાને ટગર-ટગર જોયા કરે.થોડીક ક્ષણો 
પછી એ પ્રતિમા પાસે ગઈ અને વંદન કર્યા.એની આંખમાં ઝળઝળીયાં આ-
વી ગયાં,પછી એ લેડી ફરી-ફરી દ્રષ્ટિ નાખતી ગઈ.એના હૈયામાં કંડારાયેલી 
ગાંધીજીની પ્રતિમાને હું જોઈ શક્યો,એના ચહેરા પર પથરાયેલી પ્રસન્નતા ,
એની આંખમાં પ્રસરેલી તેજસ્વિતા અને હૈયે છલકાતા ઉલ્લાસ તરત પામી 
શકાય એવા હતા.મેં એ મહિલાને પૂછ્યું :'ગાંધીજી માટે તમને આટલો આદર 
કેમ?' એણે કહ્યું :'વિશ્વ મૃત્યુનો મંત્ર ભણી વિનાશ પાથરવા બેઠું છે ત્યારે આ 
સંત મરેલાઓને સંજીવની છાંટે છે.અહિંસા શબ્દનો અર્થ ગાંધીજી જે સમજ્યા 
હતા એ આજેય વિશ્વમાં કોઈ સમજતું નથી.વિશ્વ તો ઠીક ભારત માંયે કયાં 
સમજ આવી છે?'
---મને લાગ્યું કે ગાંધીને આ વિદેશી મહિલા જેટલા સમજી શકી છે,એના પ્રમા-
ણમાં આપણે સમજી શક્યા નથી.બસ,વરસમાં બે દિવસોએ ખાદીનાં કપડાં પહે -
રી,બે મિનીટ મૌન ધારણ કરી મોઢા પર ઠાવકાઈનું મહોરું ચડાવી આ ડોસાને 
એનું નામ વટાવવા મને-કમને યાદ કરીએ છીએ.કારણ ગાંધી આજ માત્ર સત્તા 
સુધી પહોંચવાનો રસ્તો બની ગયો છે.આજના દિવસે 1948 માં ગોડસેએ તેમની 
હત્યા કરી હતી.પણ એ પછી પણ આજે 66 વર્ષ થયા આપણે ગાંધીની કાયામાં 
ગોળીઓ,છરાઓ,ખંજરો ખોસવામાં પાછું વાળીને જોયું નથી!
---આજે ગામે ગામ શરાબ બને છે,ચોરે ને ચોટે આ દેશની નારીઓને અપમાનિત 
થવું પડે છે.દેશની રાજધાનીની સડકો પણ સ્ત્રીઓ માટે સલામત નથી.સત્યના હોઠ 
પર સત્તાનું તાળું લાગી ગયું છે.નિડરતા નથાઈ ગઈ છે.ભ્રષ્ટાચાર વહેવાર બની 
ગયો છે.કોઈ નિડર પત્રકાર-વર્તમાનપત્ર, ભુજના 'વોક-વે'માં થયેલી લાખો રૂપિયાની 
ખાયકી નો પર્દાફાસ કરે તો પણ કોઈના પેટનું પાણી હાલતું નથી!સંવેદના મરી 
પરવારી છે.
---અહીં પાંચ-પંદર પૈસે પોઈન્ટ  રમનારાને પોલીસ પકડે છે અને કહેવાતી મોટા 
માણસોની ક્લબોમાં સરે આમ જુગાર રમાય છે.જિંદગીભર દરિદ્રતા માટે લડનાર 
ગાંધીની સમાધિને 'રાજઘાટ'નામ અહીં અપાય છે.અહીં ગામેગામ,રાજ્યે રાજ્ય 
શહેરે-શહર દરરોજ ગાંધીજીની હત્યા થતી રહે છે.રોજ એની કાયામાં છરીઓ ભોં -
કાય છે.ગાંધીની હત્યા કરનાર ગોડસેને આપણે ધિક્કારિયે છીયે પણ આજે ક્ષણે 
ક્ષણ ગાંધીની હત્યા થાય છે.ગાંધી પ્રતિમાના ચશ્માં ઉતારી જનારને કોઈ સંકોચ 
થતો નથી!ગાંધીજી વિષે હળવી જોક્સ આ પ્રજા જ કરી શકે!ગાંધીની સમાધી પર 
ફૂલો ચડાવનારની આંખમાં કયારેય આંસુ દેખાયાં છે ખરાં ? આપણે તો ગાંધી નામ-
ની વ્યક્તિને ભૂલી જઈ શકીશું ,પણ જગત જયારે એમની પૂજા કરવા નીકળ્યું છે 
ત્યારે આપણે કયાં મોં છુપાવીશું ?આના કરતા ચાલોને આપણે,મોહનદાસ ગાંધી 
ને ક્યાંક ઊંડે-ઊંડે....ખૂબ ઊંડે દાટી દઈયે....ધરબી દઈએ !
-----------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.30-01-2014,09:00 A M )
------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment