Friday, 12 January 2018

ગઝલ 

ગાલગાગા  ગાલગાગા  ગાલગા 

આખરે  ખાલી  થવાનું  હોય  છે,
પરમને  પામી જવાનું  હોય  છે.

બૂંદ  કેવી  ઝગમગે  વરસાદની,
છીપમાં  પાકી  જવાનું  હોય  છે.

સામટો   વેપાર   છે   ઈમાનનો,
પોતમાં વ્યાપી જવાનું  હોય  છે.

રાનમાં  પોઢેલ   પેલા   ચાંદને,
પૂરવે    જાગી  જવાનું  હોય  છે.

દોડતો  રે  એ  પતંગો  પ્રેમથી,
રાખ થૈ  ત્યાગી જવાનું હોય છે.

આભલાનો  મેઘલો ને વીજળી,
ઓગળી વરસી  જવાનું હોય છે.

શબદને જે ઓળખે  છે  નૂર થૈ ,
ગઝલમાં ગાઈ જવાનું હોય છે. 
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment