ગીત
મદમાતી મોસમમાં કેસૂડો ખીલ્યો ને,
વગડામાં ઊગ્યા છે બોલ !
મોલ ને મોલાતો છોડી પ્રીતમજી આવ્યા,
હૈયામાં ઉભરાયા કોલ !
વચમાં ઊભો છે ઓલો રંગરંગ કાચિંડો,
ધસમસતા શ્વાસ ને પૂરી !
નજરુંને લઈ જાય ઓચિંતી કયાં ને કયાં ,
રહી જાય તોયે એક દૂરી !
ઊંચા આકાશમાં ઊડે છે વાદળાં ને,
ગોથાં ખાય પતંગને દોર !
ફાટફાટ થાય , રંગરસિયાનું યૌવન ને,
પિચકારી રંગ ભરી ઝૂમે,
દૂર-દૂર પેલી નદિયુંનાં તટ પર ઊભી ,
વાયરો ગોરીને ચૂમે !
ઢોલીના ઢોલ પર નાચતો ને કૂદતો,
સમય થયો વરણાગી,
શાન-ભાન સઘળુંયે ભૂલી મ્હાલે ઓલો,
વ્હાલો મારો બડભાગી !
ઝટપટ દોડે સમાવાને ક્ષિતિજ પર,
સૂરજની ખુલી જાય પોલ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મદમાતી મોસમમાં કેસૂડો ખીલ્યો ને,
વગડામાં ઊગ્યા છે બોલ !
મોલ ને મોલાતો છોડી પ્રીતમજી આવ્યા,
હૈયામાં ઉભરાયા કોલ !
વચમાં ઊભો છે ઓલો રંગરંગ કાચિંડો,
ધસમસતા શ્વાસ ને પૂરી !
નજરુંને લઈ જાય ઓચિંતી કયાં ને કયાં ,
રહી જાય તોયે એક દૂરી !
ઊંચા આકાશમાં ઊડે છે વાદળાં ને,
ગોથાં ખાય પતંગને દોર !
ફાટફાટ થાય , રંગરસિયાનું યૌવન ને,
પિચકારી રંગ ભરી ઝૂમે,
દૂર-દૂર પેલી નદિયુંનાં તટ પર ઊભી ,
વાયરો ગોરીને ચૂમે !
ઢોલીના ઢોલ પર નાચતો ને કૂદતો,
સમય થયો વરણાગી,
શાન-ભાન સઘળુંયે ભૂલી મ્હાલે ઓલો,
વ્હાલો મારો બડભાગી !
ઝટપટ દોડે સમાવાને ક્ષિતિજ પર,
સૂરજની ખુલી જાય પોલ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment