Tuesday, 9 January 2018

ગઝલ 
ગાલગાગા  ગાલગાગા  ગાલગા 

આખરે  ખાલી    થવાનું   હોય  છે,
આવશે  એને    જવાનું     હોય  છે.

બૂંદ    કેવી   ઝગમગે  વરસાદની ,
છીપમાં    મોતી  મજાનું   હોય  છે.

સામટો   વેપાર    છે     ઈમાનનો ,
જૂઠનું     એ   તો  બહાનું   હોય  છે.

રોશની    શું  ઘાયલ  કરે   કોઈને ?
રાખ   થાયે  એ ,  દિવાનું  હોય છે.

જો, સમંદર   ઊછળે    છે મોજથી, 
રૂપ   એનું   તો     સુહાનું  હોય છે. 
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '















No comments:

Post a Comment