Sunday, 21 January 2018

ઘડપણ !

અહીં  આમ જ  જીવાય  છે ઘડપણ,
રોજે    રોજ   સીવાય   છે   ઘડપણ !

ઓરતાં    કેટલાંયે     રહ્યાં   અધુરાં ,
ચૂપચાપ   વહેરાય    છે     ઘડપણ !

સોય -દોરા   સલામત   છે   પ્રેમના,
થીગડાં    સાથે  જોડાય  છે ઘડપણ !

પગ  ચાલે   અવિરત  સંચા   સાથે,  
ચહેરા પર હવે  ડોકાય  છે  ઘડપણ !

જિંદગીની  આ   કેવી  વણજાર  છે ?
'કાન્ત ' સામે   શરમાય છે ઘડપણ !
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment