Saturday, 10 March 2018

પરીક્ષા  !

આવો,  વિશ્વાસ   લાવો, હું પરીક્ષા !
ખુદને  સાબિત કરાવો,  હું પરીક્ષા !

ખોલી નાખજો તમે  મનની બારી ,
દોડી ને  આવશે  સઘળી  તૈયારી.

જાતને   શાને ડરાવો ?હું  પરીક્ષા !
સફળતાને   બોલાવો   હું  પરીક્ષા !

હું પણ  છું આતુર તમને મળવાને,
abcd  પાઠ, સઘળા  અંકે કરવાને.

વાંચેલું   મમળાવો,    હું   પરીક્ષા !
ભાષાને  લાડ લડાવો,  હું પરીક્ષા !

તમે શ્રેષ્ઠ છો , વાત ભૂલશો  નહીં,
તમારા જેવું બીજું કોઈ નથી અહીં.

પ્રેમથી  ઉરે   લગાવો,  હું પરીક્ષા !
શ્રદ્ધાના દિપ પ્રગટાવો, હું પરીક્ષા !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '











No comments:

Post a Comment