Saturday, 24 March 2018

દીકરી  !

પિતાનો   પહેલો     શ્વાસ    છે   દીકરી  !
માતાની   કૂખનો    વિશ્વાસ   છે દીકરી !

ધૂમકેતુના  અલીડોસાની  એ  મરિયમ,
પરિવારમાં  ખાસમ   ખાસ  છે  દીકરી !

અજવાળું   ઊગે   આંગણે , પગલીથી,
તુલસીકયારાની  આસપાસ છે દીકરી !

કવિ  દાદનો   છે એ  કાળજાનો  કટકો,
બાબુલના  હૈયાનો  સમાસ  છે  દીકરી !

વારી  જાઉં  બાપ  સઘળું હું એના પર,
'કાન્ત ' ની કવિતાનો  પ્રાસ  છે દીકરી !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment