-ને હું છું !
સાંજ છે બાગ છે ,ને હું છું ,
ભૈરવી રાગ છે, ને હું છું !
લો, નયનમાં અશ્રુ આવશે,
ચાંદમાં દાગ છે, ને હું છું !
શબદને ઓળખી ચાલવું,
તરકટી લાગ છે, ને હું છું !
આવશે કોક તો આંગણે,
બોલતો કાગ છે, ને હું છું !
લેખિની દોડતી 'કાંત'માં ,
ગઝલની આગ છે,ને હું છું !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સાંજ છે બાગ છે ,ને હું છું ,
ભૈરવી રાગ છે, ને હું છું !
લો, નયનમાં અશ્રુ આવશે,
ચાંદમાં દાગ છે, ને હું છું !
શબદને ઓળખી ચાલવું,
તરકટી લાગ છે, ને હું છું !
આવશે કોક તો આંગણે,
બોલતો કાગ છે, ને હું છું !
લેખિની દોડતી 'કાંત'માં ,
ગઝલની આગ છે,ને હું છું !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment