Tuesday, 13 March 2018

ગઝલ 

છે   ગજબનો   કેફ  મારા  શબદમાં,
એમ  ઘાયલ  પ્રેમના  કહેતા  બધે.

ને  ગઝલમાં  વાત  મારી  સાંભળી,
આપવા ને   દાદ   સૌ   ટોળે   વળે.

કાફિયા    છે  કલમના  જાદુ  સમા, 
ઘાત  કાંઈ ,  સાંજની  થોડી   ટળે ?

ચાલ  શાયર  શાયરીનો  સાથ  લે,
વરસતા વરસાદમાં જો; ઘર  બળે .

એક   તોફાની  ક્ષણે  પાગલ  થઈ,
ગીત  ગાતી   અપ્સરા  સામે મળે.

ને  તમાશો જગતનો  જોયા પછી,
ભાગ્યરેખા    હાથમાંહે    સળવળે.

એકલો  છું  શબનમી  છે રાત આ,
'કાંત'માં તો ચાંદની  આવી  ભળે.
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




No comments:

Post a Comment