જળ !
પૃથ્વી પરનું અમરત જળ,
સૌ પીણામાં સમરથ જળ.
કુદરતનો છે એ આશીર્વાદ,
અંગ અંગમાં વિલસત જળ.
પંચમહાભૂતમાં પણ સમાયો,
ત્રણેય રૂપોમાં સમરસ જળ.
વિવેક વિસારી સૌ મળે એને,
વહેતો રહે, વિચલિત જળ.
ભર્યા ભંડાર પણ , ખૂટી જશે,
ત્યારે શું થશે ?ચિંતિત જળ.
જળ બચાવો,જીવન બચાવો,
દોડી આવશે સંચિત જળ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
પૃથ્વી પરનું અમરત જળ,
સૌ પીણામાં સમરથ જળ.
કુદરતનો છે એ આશીર્વાદ,
અંગ અંગમાં વિલસત જળ.
પંચમહાભૂતમાં પણ સમાયો,
ત્રણેય રૂપોમાં સમરસ જળ.
વિવેક વિસારી સૌ મળે એને,
વહેતો રહે, વિચલિત જળ.
ભર્યા ભંડાર પણ , ખૂટી જશે,
ત્યારે શું થશે ?ચિંતિત જળ.
જળ બચાવો,જીવન બચાવો,
દોડી આવશે સંચિત જળ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment