Sunday, 5 June 2016

ગઝલ 

અહીં   કોણ   કોને  કશું   આપે  છે  ?
બધાં  પોતાના મીટરથી  માપે છે.

દિશાશૂન્ય  રસ્તે  ન ભટકી  જાવ,
ચોક્કસ  નિશાની ઘરના ઝાંપે છે.

આ   તો   છે   વહેવાર   જગતનો,
સૌ   પોતાની  કાતરથી   કાપે  છે.

સોય  અને  લોચનની  વચ્ચે શું ?
નજરુંનો    અધિકાર   વ્યાપે   છે.

કોને મળીને ;વળી  છે આ નજર ?
'કાન્ત'  કેમ  એ  આટલી  હાંફે છે ?
                    ***
-'કાન્ત'



મેહુલા 

મયુર  કરે  છે   પોકાર  મેહુલા, 
વરસી પડ અનરાધાર મેહુલા.

અગનવર્ષા   અકળાવે   સૌને,
સજી ધજીને થા તૈયાર મેહુલા.

મીં તું   માધો;ધરતીનો લાડો,
વાદળાં પર થા સવાર મેહુલા.

છેલ્લાં  ડચકાં  ભરે હમીરસર ,
સાંભળ એનો ચિત્કાર  મેહુલા.

લીલી   ઓઢણી   ઓઢે   ધરા,
અછતને કર તડીપાર મેહુલા.

કાગળના  વહાણમાં  તરીએ,
કર અમારો બેડો પાર મેહુલા.
                  ***
-'કાન્ત'




Saturday, 4 June 2016

ग़ज़ल 

ढुलकना  कभी-कभी  अच्छा  लगता  है ,
तक़ाज़ा  ज़िंदगी का   सच्चा  लगता  है। 

तफ़सील  नहीं   कर  शकती  मेरी  जुबाँ ,
तेरा ये   दीवानापन   कच्चा  लगता   है।  

बिहान का  भी  सोच ,पल  में  जीनेवाले,
कई बार तू    बे-लगाम  बच्चा लगता है।  

रात   में   नींद   ताबड़तोब आ  जाती  है, 
सबेरे-सबेरे  सपना  ज़च्चा    लगता   है। 

तिकड़म तेरा  कुछ  काम  नहीं  आयेगा ,
यहाँ    जिसे  देखो , वो  लुच्चा लगता है। 
                          ***
-'कान्त'


ગઝલ 

આજ   મેં  તારો   અવતાર  જોઈ  લીધો,
દ્રઢ   વિશ્વાસનો   સ્વીકાર   જોઈ  લીધો !

ભીડ પડે ત્યારે  નિરાકાર દોડતો  આવે,
દ્રૌપદીના અંતરનો પોકાર જોઈ લીધો !

તારી સાથેનો  સંબંધ હેતનો, હેતુ  નહીં , 
વ્રજના  પ્રેમનો   વિસ્તાર  જોઈ  લીધો !

ગોવર્ધન  ધારણ  કર્યો તો  તેં  ગિરિધર,
ટચલી અંગુલિનો ચમત્કાર જોઈ લીધો !

મા   જશોદાના  ખોળાનો   ખૂંદનાર  તું,
માટી ભર્યા મોંમાં, કિરતાર જોઈ લીધો !
                        ***
-'કાન્ત'












Friday, 3 June 2016

ગઝલ 

છોડી  દે   આ   મોલ   કબીરા !
જીવન  છે  એક કોલ  કબીરા !

પંખીના આ  કલરવની  સાથે ,
તું  પણ  સાખી  બોલ  કબીરા !

માનવ   હૈયું  મેઘધનુષ્ય  છે ,
સાત  રંગોને    ખોલ  કબીરા !

સંબંધ બંધાણો રબ ની  સાથે, 
મસ્તીમાં   હવે   ડોલ  કબીરા !

રંગમંચ   છે  દુનિયા દીવાની ,
ભજવી  લે તારો રોલ  કબીરા !

ભારો  અહમનો  છે બહુ  ભારે,
સમજી  સમજી  તોલ  કબીરા !

પ્રગટાવી લે અલખની  ધૂણી ,
પ્રાસમાં  રાખી   લોલ કબીરા !
                  ***
-'કાન્ત'









Wednesday, 1 June 2016

ગીત 

જો  ને સખી વાડ  લીલીછમ્મ !
નાચે છે ઉરમાં નવતર ઉમંગ ! 
જો ને  સખી વાડ લીલી છમ્મ !

ઝરણું  એ   ખળખળ  વહેતું છે,
મારા  જીવનનો  કંઈક  હેતુ  છે.
ઓલા ઝાંઝર  બોલે  છમ છમ !
                          0જો ને સખી 
આભના   છત્તરની  નીચે બેસું,
ઊડતા મેઘને  શો સંદેશો  દેશું ?
મારા દલડામાં થાય ધમાધમ !
                          0જો ને સખી 
હોઠ  હસે, સાહ્યબો  વિદેશ વસે,
મારી  કંચુકી  મને જોરથી  કસે.
ધ્રિબાંગ ઢોલના  વાગે પડઘમ !
                          0જો ને સખી 
એક  એક  શ્વાસ  તણા   ટોડલે,
કળાયેલ મોર કળાની  ઘોર લે.
'કાન્ત'ગીત ગાતો રહે  હરદમ!
                          0જો ને સખી 
                  ***
-'કાન્ત'

ग़ज़ल 

ख़ुद  को  पढ़ता  हुँ और  जोड़ देता  हुँ ,
सुख  के लम्हे,तेरी ओर मोड़  देता हुँ। 

तोताचश्म  होना  अच्छा नहीं लगता,
तौर-तरीक़े   के   बाँध   तोड़  देता  हुँ। 

तिलमिलाना  छोड़  दिया  है कब  से ,
सारी रंजिशें  सरलता से छोड़ देता हुँ। 

यकायक  यादें    सताने   लगती   हैं ,
अनजान  रास्ते  पर   दौड़   देता   हुँ। 

नासूर  बन जाता है  जब कोई ज़ख्म ,
फोड़े  को  मैं    हाथों  से  फोड़ देता हुँ। 
                      ***
-'कान्त'