Sunday, 9 March 2014

--------------------------સાંધ્ય દીપ --------------------------------
      (વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા,દાદા દાદી પાર્ક,ભુજ)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
===================ઝાલર========================
-------------------(કાવ્ય સંગ્રહ-2013-2014)---------------------------

...............................................................................................................
---ભુજમાં વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા છેલ્લાં નવ વર્ષથી કાર્ય 
રત છે.દર શુક્રવારે દાદા-દાદી પાર્કમાં સાંજે આ સંસ્થાના કવિ ભાઈ-
બહેનો એકત્ર  થઈને પોતાની લાગણીઓને કાવ્યના રૂપમાં વાચા આપે 
છે.
---આ સંસ્થાએ ફેબ્રુઆરી-2014માં દસમાં વર્ષમાં પ્રવેશ કર્યો.તા.16-2 ના 
દિવસે ભુજના જીલ્લા પંચાયત હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોતાનો 
કાવ્ય સંગ્રહ 'ઝાલર' પ્રકટ કર્યો.'ઝાલર' નું વિમોચન જાણીતા કવિવર જયંતિ 
જોશી 'શબાબ ' ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
---આ કાવ્ય સંગ્રહમાં પ્રા.કમલભાઈ મહેતા,શ્રી કનુભાઈ જોશી,શ્રી કૃષ્ણકાન્ત 
ભાટિયા 'કાન્ત',શ્રી ભગવાનજી પીઠડ,શ્રી નવીન ત્રિપાઠી 'અલ્પ ',શ્રી શંકરલાલ 
જોશી 'અનુજ',શ્રી ચન્દ્રવદન ધોળકિયા,શ્રી અબદુલ્લ લતીફ મેમણ,શ્રી જયંત 
પાઠક,શ્રી સરોજભાઈ ગોર,શ્રી જગદીશ ગોર 'પાગલ',શ્રી દેવેન્દ્ર શર્મા,શ્રી 
શૈલેશભાઈ પંડ્યા,શ્રીમતી સ્મિતાબેન માનસત્તા,શ્રીમતી પુષ્પાબેન વૈદ્ય 'અમી',
શ્રીમતી લત્તાબેન સોલંકી,નિર્મળાબેન ત્રિપાઠી 'નિર્મલ',સરસ્વતીબેન સોલંકી,
શ્રીમતી રમીલાબેન મહેતા,શ્રીમતી હેમલતાબેન ગઢવી ,શ્રીમતી સરલાબેન 
છાયા અને શ્રીમતી નિહારિકાબેન ધોળકિયાની કવિતાઓ છે.
---આ કાવ્ય સંગ્રહ 'ઝાલર'માં કચ્છી,ગુજરાતી અને હિન્દી રચનાઓ પ્રસિદ્ધ 
થઈ  છે.એમાં મનની વાતો છે,ભાવના છે,પ્રકૃતિ પ્રેમ છે,આક્રોશ છે,પ્રભુ ભક્તિ 
છે,ગીત છે તો ગઝલ પણ છે.આ કવિઓ વરિષ્ઠ નાગરિકો છે અને તેમની પાસે 
જીવતરના અનુભવનું ભાથું છે.સંચાર છે ત્યાં કડવા-મીઠા અનુભવ તો થવાના 
હોય અને એ અનુભવોને અહીં આ કવિઓએ વાચા આપી છે!
---આ કાવ્ય સંગ્રહમાં કેટલીક કવિતા એવી છે કે જે કડવા અનુભવોનું બયાન 
કરે છે,પણ સાથે નોંધવા જેવી વાત એ પણ છે કે આ વયે પણ તેમને આશાનું 
કિરણ દેખાય છે.ગીત,ગઝલ,મુક્તક ,હાઇકુ,દોહા,સુભાષિતોથી સમૃદ્ધ 'ઝાલર'
વાંચવા જેવું કાવ્ય સંગ્રહ છે.
=======================================================

No comments:

Post a Comment