Sunday, 23 March 2014

 ગીત 


ઓરડે વાવ્યાં થોર,
કયાંથી બેસે  મોર!

જીવતરની ક્ષણોમાં,
ખોટો છે શોરબકોર!

દિલના તાર તૂટેલા,
ને કરીએ જોરમજોર!

ઉપરથી સારું  લાગે,
અંદર  પોલમપોલ! 

'કાન્ત'હજુ સમય છે,
નહિતર   ડામાડોલ !

                              -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

No comments:

Post a Comment