Thursday, 27 March 2014

                         रंगमंच है दुनिया सारी

                                        (આજે વિશ્વ રંગભૂમિદિવસ)
   'रंगमंच है दुनिया सारी हर इन्सां अभिनेता है  …… આ ગીતમાં કવિએ ભલે રૂપક
પ્રયોજયું હોય પરંતુ વાસ્તવિકતા એ જ છે કે આ જગત એક રંગમંચ છે અને આપણે
બધાં કોઈને કોઈ સ્વરૂપમાં અભિનય કરીએ છીએ.કદાચ આ ભાવમાંથી જ  રંગમંચ
અસ્તિત્વમાં આવ્યો હશે.
  લલિતકળાઓમાં નાટકનું વિશેષ મહત્વ છે. તે બીજી કળાઓનો સુમેળ સાધે છે.તેમાં
ચિત્ર,ગીત,સંગીત,નૃત્ય આ બધું એકત્ર થાય છે.એ જનસામાન્યને સૌથી વધારે પ્રભા-
વિત કરે છે.લોકપ્રિયતામાં પણ તે મોખરે છે.ભગવાન શિવને નટરાજ કહે છે. એટલેજ
કહેવાયું છે,' शत सृष्टि तांडव रचइता नटराज राज नमो न: ......'
  સંસ્કૃત નાટકો આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠ છે.સમય જતાં નાટકમાં વિવિધતા આવી.નવા
યુગમાં 'ABSURD'જેવા પ્રયોગો પણ મળ્યા.સિનેમાએ પ્રારંભમાં નાટકને મોટી હાનિ પ-
હોંચાડી પણ પોતાની ખૂબીઓને કારણે નાટક ટકી શક્યા અને ફરી બરાબરીમાં આવીને
ઊભાં !
   વિશ્વ રંગમંચની તવારીખ સુવર્ણાક્ષ્રરે લખાયેલી છે. જૂની રંગભૂમિના અનેક સીમા -
સ્તંભો છે.ઈ.સ.1770 માં મુંબઈમાં પહેલું રંગભવન સ્થપાયું.1847 માં રામભાઈએ અમદા -
વાદમાં ભદ્રમાં 'દ્રૌપદી વસ્ત્રાહરણ 'નાટક ભજવ્યું. 1852 માં પહેલી નાટક મંડળી સ્થપાઈ.
મુંબઈમાં પહેલું નાટક 'સોરાબ અને રુસ્તમ 'ભજવાયું.1889 માં 'દેશી નાટક સમાજની '
સ્થાપના થઈ.વર્ષો સુધી 'ભાંગવાડી 'થિયેટરમાં નાટકો ભજવાતા રહ્યા.
  ભારતીય નાટ્યવિદ્યાને દુનિયાભરમાં રોશન કરનાર ચન્દ્રવદન મહેતાએ ગુજરાતમાં
અવૈતનિક રંગ ભૂમિનો પાયો નાખ્યો.સંખ્યાબંધ નાટકો લખી ભારતીય નાટ્યવિદ્યાને
જગતના ચોકમાં લઈ જઈ તેનું ગૌરવ સ્થાપવાના પ્રયત્નો કર્યા.ગુજરાત અને ભારતનું
નામ દુનિયાભરમાં રોશન કરવાનું માન એમના ફાળે જાય છે.
   'ચંચી'ના હુલામણા નામે જાણીતા ચન્દ્રવદન મહેતા ઉત્તમ નટ ,દિગ્દર્શક, નાટ્યકાર
તરીકે ખ્યાતિ પામ્યા.દેશ-વિદેશના થિયેટરોમાં તેઓ નાટકો લઈને ભમતાં રહ્યાં.અનેક
વિદેશી નાટ્ય સંસ્થાઓ સાથે કામ કર્યું. છ દસકાથી વધુ વખત તેઓ નાટક અને રંગ -
ભૂમિની પૃવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા.
   પશ્ચિમી આધુનિક નાટકના પિતામહ ગણાતા 'હાઈન્રીક ઇબ્સન '19 મી સદીમાં થઈ ગયા.
તેઓ નોર્વેમાં જન્મ્યા હતા.તેમણે અનેક નાટકો લખ્યાં છે.તેમનું નાટક 'DOOL  HOUSE'
ઘણું લોકપ્રિય છે.ઇબ્સને નાટકને સાદા સ્વરૂપમાં મૂક્યું.સચોટ સંવાદકલા એ એમના નાટકો -
ની ખાસિયત હતી.યુરોપભરમાં નાટ્ય લેખન અને ભજવણીમાં તેમણે  નાટકને એક નવું રૂપ
આપીને ક્રાંતિ કરી.
   ગુજરાતી રંગભૂમિના કલાકાર જયશંકર સુંદરીએ પોતાના અભિનય દ્વારા લોકોને ઘેલા કર્યા
હતા.વિવિધ પ્રકારના સ્ત્રી પાત્રો સાથે એ એટલા એકાકાર થયા હતા કે લોકોએ તેમને 'સુંદરી '
નું ઉપનામ આપ્યું હતું .અને આ 'સુંદરી' એમની ઓળખ બની ગઈ.આમ રંગભૂમિને જીવંત
રાખવા માટે કેટલાયે કલાકારો-સાધકોએ પોતાનાં બહુમૂલ્ય જીવન ખર્ચી નાખ્યાં.કચ્છની
વાત કરું તો નાટકને જીવતું રાખવા માટે 'સાનિધ્ય ' સંસ્થા વર્ષોથી સાધના કરી રહી છે.શ્રી
કીર્તિભાઈ હાથી અને પંકજ ઝાલાએ તખ્તા પર કલાકારોને પ્રસ્તુત કરીને,નાટકોનું મંચન
કરીને પ્રકાશ ગોસ્વામી,રાજેશ દવે,સુબી,કમલ મારુ,નિપુણ માંકડ,નિશા ગોસ્વામી,મીરાં
ભટ્ટ,માનસી માણેક જેવાં કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે.તેમને તખ્તો ગજવતા કર્યાં  છે.
   કોને યાદ કરું.......કોને ભૂલું નયન રાણા,પીયુષ શુક્લ,રમેશ સોનપાર,પ્રદીપ જોશી એ
પણ આ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે.કોઈ પણ કલા ક્ષેત્રની વાત હોય ત્યારે ઝવેરીભાઈ સોનેજી,
જગદીશભાઈ ભટ્ટ જેવા સમર્પિત બહુ આયામી લોકોએ એના માટે પોતાનું જીવન ખર્ચ્યું છે,
ખર્ચી રહ્યા છે.સંસ્કાર ભારતી અને સાનિધ્યના ઉપક્રમે આજે ભુજની લાલન કોલેજ ખાતે
સાંજે 7 વાગ્યે એમફી થિયેટર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં
પાર્મી ઠક્કર, જિયા ત્રિવેદી,સ્વયં દવે,રિશી જોશી ગ્રુપ,કૃપલ સોમપુરા જેવા કલાકારો
એકપાત્રીય અભિનય,નૃત્ય,સંગીત અને જૂની રંગભૂમિના કલાકારોની વાતો રજુ કરશે.
શ્રી અર્ચન ત્રિવેદી જેવા મોટા ગજાના કલાકારનો લાભ કચ્છને અને કચ્છના કલાકારોને
ભૂતકાળમાં મળ્યો છે એ માટે 'સાનિધ્ય' અને 'સંસ્કાર ભારતી'ના મોવડીઓ અભિનંદનના
અધિકારી છે.આ કલાકારો સાથે મને પણ કામ કરવા મળ્યું છે એ મારા માટે અતિ મૂલ્ય્વાન છે.
--------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.27-03-2018,મંગળવાર,10:15 AM)
---------------------------------------------------------------------------------------------
 



        

No comments:

Post a Comment