--------------------------------- સ્પર્શ -------------------------------------
.....હું ત્રેસઠ વર્ષનો થયો છું.આ જીવનનો ક્રમ છે.કશુંક આવે તો કશુંક જાય છે.
જન્મ,બચપણ,શૈશવ,કિશોરાવસ્થા,યૌવન......એક પછી એક મને વૃધત્વ તરફ
લઈ આવ્યા છે.સેવા નિવૃત્ત થયે પણ આજકાલ કરતાં ચાર વર્ષ થઈ ગયાં.મારા
ફેસ બુક મિત્ર જયસુખ પરસાણાએ હમણાં ફેસબુક પર પોસ્ટિંગ કર્યું હતું,'નિવૃત્ત
થાય એને ક્યાં બે કામ હોય જાણો છો? पेन्शन लेनेका और टेन्शन देने का..... '
આમાં હું પણ આવી જાઉં ને.....? હા,નિવૃત્ત છું એટલે આ વાક્ય મને પણ લાગુ
પડે.પણ એક વાત છે જયસુખભાઈ કે તમે જિંદગીને કઈ રીતે જીવો છો એના પર
ઘણું અવલંબિત છે.અભિગમ બદલે તો જીવન બદલાઈ શકે છે.વિકસવું હોય તો
નિવૃત્તિ પણ વિકસી શકે છે.
.....આપણી નકારાત્મકતા કોઈને ટેન્શન આપી શકે પણ સકારાત્મકતા ટેન્શન દૂર
પણ કરી શકે.જે માણસ વૃદ્ધાવસ્થાને સૌન્દર્યથી ભરપૂર કરી મૂકે અને અર્થપૂર્ણ
બનાવી શકે એ ચોક્કસ આ સંસારના ટેન્શન દૂર કરી શકે.જે માણસ નિવૃત્તિમાં
પ્રવૃત્તિ શોધી શકે એ કદીયે કોઈ માટે કંટાળાનો પર્યાય ન બની શકે.બસ હું પણ
હંમેશાં ઘોંઘાટ વિનાની ગતિશીલ સક્રિયતા નો ચાહક છું.હા,એમાં મારો ગ્રુપ,મારા
સમવયસ્ક મિત્રો મારી સાથે છે.અમારા મોજીલા મનને કોઈ ટેન્શન સ્પર્શતું નથી.
બાકી તો રિટાયરમેન જેવો કદરૂપો શબ્દ એકે નથી.
.....અમારી પોતાની એક દુનિયા છે.સાંજને અમે અમારા મિલનથી રળિયામણી
કરીએ છીએ.સામાજિક કાર્ય કરીએ છીએ.કોઈ પણ એજન્ડા વિના ગપ્પાં પણ મા -
મારીએ છીએ.અમને અમારા ગજા પ્રમાણે કશુંક મળી રહે છે.એદીની જેમ ઘરમાં
પડ્યા રહેવાનું મને ગમતું નથી.'સાંધ્યદીપ '-વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થામાં
અમે વૃદ્ધો કવિતાને વહેતી મૂકીએ છીએ.'સુરભિ ગ્રુપ ઓફ મ્યુઝિક' ની બેઠકમાં
સાયગલ,હેમંતકુમાર,ગુલામઅલી,આબિદા પરવીન,રફી,મુકેશ,હેમંતકુમાર ,
મન્નાડે એ ગાયેલાં ગીતો ગાઈએ છીએ.આ અમારું રજવાડું છે.નવરાત્રી જેવાં
ઉત્સવોનું આયોજન પણ કરીએ છીએ.અમને જે ગમે છે એમાં અમે તલ્લીન રહીએ
છીએ.અમે બીજાને બાંકડે બેસતાં નથી!
.....હા,માત્ર ભૂતકાળને નહિ પણ વર્તમાનકાળને પણ સાથે રાખીને ચાલીયે છીએ.
ગાડું ચલાવતા હતા આજે કાર પણ ચલાવીએ છીએ.ગિલ્લી દંડે રમનારા આજે
ચેસ પણ રમીએ છીએ.ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ.ઘરડું તો માણસનું
શરીર થાય છે,મન તો સદા તરો-તાજા રહેતું હોય છે.અમે કોઈને ટેન્શન આપતા નથી
પણ આ દુનિયાનું ટેન્શન અમારાં ગીતો,અમારી કવિતાઓના માધ્યમથી દૂર કરીએ
છીએ.
...................................સપનાંને હોય નહીં માઝા ,..................................
...................................રે તોયે અમારાં સપનાંઓ ઓછાં છે :નથી ઝાઝાં....
...................................મળી અમને નાનકડી કેડી,...................................
...................................લીધી એને શિશુસમ તેડી....................................
...................................અમારું જ રાજ ને અમે જ રાજા !..............................
..................................પ્રાણભરી પ્રીત મળે,..............................................
...................................ગાવાને ગીત મળે,..................................................
...................................હોઠ પર સ્મિતતણાં ફૂલ ખીલે તાજાં !.......................
=========================================================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '(લખ્યા તા.14-03-2014,શુક્રવાર,12:014 PM )
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No comments:
Post a Comment