Thursday, 20 March 2014

----------વૃક્ષોને વાવીએ -------
વૃક્ષોને વાવીએ ને વૃક્ષો જીવાડીયે ,
હાં રે ભેરુ કરીએ સૌ માનવકલ્યાણ !

વૃક્ષો તો છે  ધરતીનું તન મન ધન,
સઘળું અર્પણ કરે આપણાં આ વન!

એને જો કાપશું ને એને જો  બાળશું ,
હાં રે ભેરુ રહેશું શું આપણે  આબાદ?

જંગલ જ આપે છે  સુ-મંગલ જીવન,
વિધ-વિધ સંપદા ને સૃષ્ટિ આ સુંદર!

વનને ઉજાડશું ને વનને સંહારશું તો,
હાં રે ભેરુ કરશું શું  આપણો   વિનાશ ?

સોનાનો સુરજ ઉગાળશે જ આ  વન,
ધરતીની  કૂખને દીપાવશે આ જંગલ!

એનો પોકાર 'કાન્ત' એનો આ અવાજ,
હાં રે ભેરુ સાંભળીયે સૌ મળીને આજ!
-------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------

No comments:

Post a Comment