Monday, 3 March 2014

------------ ગીત -------------
શું આંખનાં આંસુ કયારે બોલે છે?
જે સાથ દે તે સાથને શું તોલે  છે?

ગીતના ભાવ સૂવે  દર્દના કિનારે,
કોણ પહોંચે ત્યાં ?  રવિ પણ  હારે!

તકદીર  પણ  આમતેમ ડોલે  છે,
શૂન્ય પણ  પ્રેમ પટારો  ખોલે છે!

જયોતિમાં ડૂબે  પરોઢના સિતારા,
નિર્જીવ થઇ ગયા પ્રાણના ઈશારા!

કોઈ સંવેદના વિરહ સદન તોડે  છે,
પગરવ સદીઓના એમાં  ખોળે છે!

પવન લહેરખી આજે આવી વહારે,
ઋતુએ રંગ બદલ્યો વસંતના સહારે!

કેટલાં અરમાન 'કાન્ત' ને   જોડે છે,
રજની હળવે હળવે આંખને ચોળે છે!
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------

No comments:

Post a Comment