ગઝલ
આંખોથી ટકરાતી આંખો,,
કાળજડે પડઘાતી આંખો !
નીલી-ભૂરી છેલ છબીલી ,
હરખાતી મલકાતી આંખો !
સોળ વરસની સુંદરીની તો ,
ઢળી જતી શરમાતી આંખો !
પરણ્યાની પહેલી રાત્રીએ,
લજ્જાથી છલકાતી આંખો !
રસઘેલાના તો હૈયાં વીંધે ,
અણિયાળી મદમાતી આંખો !
'કાન્ત' નજરથી ભરી ભરી ને,
ભીતરમાં ઠલવાતી આંખો !
--------------------------------------
આંખોથી ટકરાતી આંખો,,
કાળજડે પડઘાતી આંખો !
નીલી-ભૂરી છેલ છબીલી ,
હરખાતી મલકાતી આંખો !
સોળ વરસની સુંદરીની તો ,
ઢળી જતી શરમાતી આંખો !
પરણ્યાની પહેલી રાત્રીએ,
લજ્જાથી છલકાતી આંખો !
રસઘેલાના તો હૈયાં વીંધે ,
અણિયાળી મદમાતી આંખો !
'કાન્ત' નજરથી ભરી ભરી ને,
ભીતરમાં ઠલવાતી આંખો !
--------------------------------------
-'કાન્ત'
--------------------------------------
No comments:
Post a Comment