Tuesday, 25 March 2014

                                    દીકરી 

      બોલતાં આવડે એ પહેલાં બધું ઈશારામાં સમજાવે અને બોલતાં આવડી જાય પછી બધું વાતો વાતોમાં સમજાવી દે...એ દીકરી.સમજણની SUMMARY એટલે દીકરી. ઈશ્વર સુધી પહોંચવા માટે 
તત્કાલમાં કરાવેલું RESERVATION એટલે દીકરી.મંદિર સુધી લઈ જતો ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે 
દીકરી.વર્ષો પહેલાં સમજણ નામનું કોઈ બીજ રોપ્યું હોય અને એમાંથી વૃક્ષ થાય એ વૃક્ષનું નામ દીકરી.
ડાબા ખિસ્સામાં વસંત રાખ્યાનો અહેસાસ થાય,એ અહેસાસનું નામ દીકરી.દીકરી આંસુ લૂંછે ત્યારે એવું 
લાગે કે ચોમાસું રૂમાલ લઈને આવ્યું છે!
                                        ગોડનો શ્વાસ છે દીકરી,
                       ડેડનો વિશ્વાસ છે દીકરી!
                       કાયનાતનું સૌન્દર્ય છે,
                       સમાજની આશ છે દીકરી!
------------------------------------------------------------------------------


No comments:

Post a Comment