દરિયો !
હાલક ડોલક થાતો દરિયો,
વડવાનલને ગાતો દરિયો !
હોડી સાથે તો ઉપર નીચે,
પછ ડાતો પટકાતો દરિયો !
મીઠા જળના લોટા સામે તો,
શરમાતો લજવાતો દરિયો !
કયારેક શાંત થઈ જાય એવો,
ભીતરમાં પડઘાતો દરિયો !
નદી ભળે જયાં એની ભીતર,
હરખાતો વળ ખાતો દરિયો !
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------
હાલક ડોલક થાતો દરિયો,
વડવાનલને ગાતો દરિયો !
હોડી સાથે તો ઉપર નીચે,
પછ ડાતો પટકાતો દરિયો !
મીઠા જળના લોટા સામે તો,
શરમાતો લજવાતો દરિયો !
કયારેક શાંત થઈ જાય એવો,
ભીતરમાં પડઘાતો દરિયો !
નદી ભળે જયાં એની ભીતર,
હરખાતો વળ ખાતો દરિયો !
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------
No comments:
Post a Comment