ગીત
અહા !કેવી ખીલી ચાંદની,
.....મધુર-મધુર લાગે ચંદા !
હિમાલયના ગિરિ શિખરોથી ,
.....વહે છે અલૌકિક અલકનંદા !
પોયણું ખીલું ખીલું કરતું,
.....પાણીની લહેરે લહેરે મંદા !
ભૈરવી સૂરાવલી વહે સૂરોમાં ,
.....વિભાવરી ઢળતી આનંદા!
પ્રણય ગોઠડી રજનીકરની ,
.....ચારે બાજુ વરસાવતી નંદા!
વાયુ પણ વીંજણો વીંજતો ,
.....લહેર લહેરખી એના ચુનંદા!
શબનમ ચમકતી પર્ણો પર,
...ટીપે-ટીપું જાણે એના બંદા!
અહા !કેવી ખીલી ચાંદની,
.....'કાન્ત' ના ખૂલી ગયા ફંદા !
---------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------
અહા !કેવી ખીલી ચાંદની,
.....મધુર-મધુર લાગે ચંદા !
હિમાલયના ગિરિ શિખરોથી ,
.....વહે છે અલૌકિક અલકનંદા !
પોયણું ખીલું ખીલું કરતું,
.....પાણીની લહેરે લહેરે મંદા !
ભૈરવી સૂરાવલી વહે સૂરોમાં ,
.....વિભાવરી ઢળતી આનંદા!
પ્રણય ગોઠડી રજનીકરની ,
.....ચારે બાજુ વરસાવતી નંદા!
વાયુ પણ વીંજણો વીંજતો ,
.....લહેર લહેરખી એના ચુનંદા!
શબનમ ચમકતી પર્ણો પર,
...ટીપે-ટીપું જાણે એના બંદા!
અહા !કેવી ખીલી ચાંદની,
.....'કાન્ત' ના ખૂલી ગયા ફંદા !
---------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------
No comments:
Post a Comment