દઈ દે ! દઈ દે !
------------------------------
દઈ દે ! દઈ દે !
મન ભટકે છે દ્વારે દ્વારે.
મારી નાની ઝોળી તું દાતાર !
જગના બધા ધંધા છોડ્યા,
આ દુનિયાથી નાતા તોડ્યા !
માગું છું નિજ કર પ્રસાર.
દેવ યોગથી બન્યો પુજારી,
વ્યથા રાખી દીધી સામે મારી !
દે જ્યોતિ તજું અંધકાર.
આવો માગણ નહીં મળે,
તુજ સ્વરૂપમાં નહીં ભળે !
પ્રગટ હવે તું દે દાતાર.
તું દઈશ તનેજ આપવું છે,
મારો હક્ક તો બસ લેવું છે!
કહે તથાસ્તુ લે અવતાર.
દઈ દે!દઈ દે! હવે તો દઈ દે !
જે કંઈ દેવું છે તે તું દઈ દે !
'કાન્ત' મસ્તક પર હાથ પસાર !
----------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------------
No comments:
Post a Comment