સ્પર્શ
' મિલે સૂર મેરા તુમ્હારા,તો સૂર બને હમારા...' આ પંક્તિઓ જયારે
પણ સાંભળું છું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું.કેટલાક સ્વર લટકા ઝટકા
ના નહિ પણ પવિત્રતા અને સચ્ચાઈના હોય છે.અમારા 'સુરભિ ગ્રુપ ઓફ
મયુઝિક'ની બેઠકમાં અમે બધા જ ગાયકોના ગીત ગાઈએ છીએ.પણ મને મન્ના ડે વિશેષ ગમે છે.
આશા તાઈએ મન્ના ડે માટે કહ્યું છે કે જયારે એ પોતાનો સ્વર તાર
સપ્તકમાં લઈ જાય છે ત્યારે આકાશની ઊંચાઈને આંબે છે અને જયારે
સૂર મન્દ્ર સપ્તકમાં લાવે છે ત્યારે પાતાળના ઊંડાણ સુધી પંહોચે છે.
મન્ના ડે ષડ્જ અને પંચમનું મિશ્રણ.આ ષડ્જ જ એમના અવાજમાં
ભારેપણ અને મિઠાશ લાવતું હતું.અને પંચમ તેમાં આલાપ હતું.મંદ્ર
સપ્તકનો આલાપ એમની ખાસિયત હતી.મન્ના ડે એ ફિલ્મ 'બસંત બહાર'
માં રાગ 'મિયાં મ્લ્હારમાં' એક ભજન ગાયું છે,'ભય ભંજના સુન વંદના
હમારી,દરસ તેરે માગે યે તુમ્હારા પુજારી ....'આ ભજન સાંભળીયે એટલે
એમ લાગે કે બસ સાંભળતા જ રહિયે.
હેમંતકુમારે મન્ના ડે પાસેથી અનેક મધુર ગીતો ગવડાવ્યાં છે. જેમ
કે ફિલ્મ 'બીવી ઔર મકાન'(1966)માં ગુલઝારે લખેલું ગીત 'રહને કો ઘર દો....'આ ગીતની ધૂન અચાનક ઝડપી બની જાય છે અને મન્ના ડે ગાય છે, 'ખિડકી-વિડકી,ઘંટી-વંટી કુછ નહીં ચાહિયે પ્યારે....'આ ગીત સાંભળ-
વા જેવું છે.વર્ષ 1969 માં આવેલી ફિલ્મ 'ખામોશી' નું ગુલઝાર એ લખેલું
અને હેમંતકુમારનું સ્વરબદ્ધ કરેલું ગીત 'દોસ્ત કહાં કોઈ તુમસા...'મન્ના
ડે ના કંઠેથી સાંભળો તો વાહ ભાઈ વાહ કહેવાનું મન થઈ જ જાય !
આ ગાયકે અનેક ગીતો ગાયાં છે,હિન્દી સિનેમાને પોતાના સ્વર
દ્વારા એક ઊંચાઈ આપી છે!ગીતમાં પોતાનાં પ્રાણ રેડ્યા છે!સલામ છે
મન્ના ડે !
---------------------------------------------------------------------------------

No comments:
Post a Comment