ગીત
ગરમી ગરમી તોબા તોબા,
...હાલ થયા બેહાલ !
પિન્કીના પપ્પા લઈ ચાલો,
...અમને નૈનિતાલ !
પરસેવો તો ખૂબ વળે છે,
...ગરમી ખૂબ સતાવે,
રાતે ફરતો પંખો તોયે,
...અમને ઊંઘ ન આવે.
ઓફિસેથી રજા લઇ લો,
...ટિકીટ કઢાવો તત્કાલ.
એઈ જલ્દી લઈ ચાલો,
...અમને નૈનિતાલ !
પર્વત શિખરે કેવાં વાદળ ,
...હસતાં રમતાં ફરતાં.
વાદળ પર્વત આજે સઘળાં ,
...આંખોમાં તરવરતાં !
સપનામાં દેખાય અમને,
...જોવા જેવા તાલ!
એઈ જલ્દી લઈ ચાલો,
...અમને નૈનિતાલ !
તાલ સરોવર કેવાં સુંદર,
...વહેતાં ઝરણાં ભમતાં.
સંધ્યાના સલુણા રંગો ,
...ભાગંભાગી કરતાં !
નજરોથી જોવાં છે અમને,
...તરુવરના આકાર.
પિન્કીના પપ્પા લઇ ચાલો,
...અમને નૈનિતાલ !
------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------
No comments:
Post a Comment