Monday, 28 April 2014

    + ચાલો  મતદાન કરીએ +

મારો ને તમારો મત છે કીમતી ,
...ચાલો  મતદાન  કરીએ !

લોકશાહી તો જ રહેશે જીવતી,
...ચાલો મતદાન  કરીએ !

તાસીર છે આ દેશની સદીઓથી,
...આજ ઝળહળે નીકળીને બદીઓથી,

ચૂંટણી આપણાં કદમો  ચૂમતી ,
...ચાલો મતદાન કરીએ !

મને શું?મારે શું? હું શું કરી શકું?
...મનમાંથી પસાર થાય લખલખું!

જુઓ સ્થિતિ પણ કેવી ઝૂમતી,
...ચાલો મતદાન કરીએ !

દેશ માંગે છે હવે નવી દવા-હવા,
...જઈ રહ્યો છે એ વિશ્વ અગ્રેસર થવા!

ક્ષણે ક્ષણો જુઓ ચારે બાજુ ઘૂમતી,
...ચાલો મતદાન કરીએ!
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------

No comments:

Post a Comment