મા
ભૂખ લાગી છે મા,
કેમ આઘી છે મા?
સવાર- બપોર થઈ,
ક્યાં ભાગી છે મા ?
અમને પોષવામાં તું,
કેટલું જાગી છે મા ?
બસ તારા પેટે જન્મી,
જિંદગી માગી છે મા !
ખુલ્લી ચાંચ જોઈ લે,
કેટલા બડભાગી મા !
-------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------
No comments:
Post a Comment