સ્પર્શ
'हो गई है पीर पर पर्वत सी ,पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं ,
मेरी कोशिश है के ये सूरत बदलनी चाहिए !
स्व . दुष्यंत कुमार
ગઈ કાલે જોયેલું એક દ્રશ્ય મારો પીછો છોડતું નથી. સત્તાધીશો
ના અન્યાય સામે ઝઝૂમનાર શાયર દુષ્યંત કુમારની ગઝલના આ
શેર યાદ આવી જાય છે.મન વ્યથિત છે ,હું શું કરી શકું ?મને પોતાને
નપુંસક માનવા લાગું છું.ઝુલ્મ સામે લડવું છે પણ કઈ રીતે એ સમજા
તું નથી.છેવટે મારી કલમ મારી વહારે આવે છે .હું એને ઉઠાવું છું અને
જનતાની પર્વત જેવડી પીડા ને ઓગાળવાનો પ્રયાસ કરું છું .
આ શાયર કહે છે તેમ કોઈ શોરબકોર કરવાનો મારો આશય નથી પણ પરિસ્થિતિ જરૂર બદલવી જોઈએ.જેમને કાયદાના રક્ષક માનવામાં
આવે છે એ પોલીસ ખાતાના માણસો દ્વારા આ લોકશાહી દેશના નાગરિ
કો સાથે જે અમાનવીય વહેવાર કરવામાં આવે છે તે અસહ્ય છે.કોઈ
કવિએ સાચુંજ કહ્યું છે 'આ કોણ પાડી રહ્યું છે ચીસ ?કયાંથી હું સાંભળું
હું તો છું પોલીસ !'જેને કાયદાનું રક્ષણ કરવાનું હોય એ પોતેજ કાયદો
હાથમાં લઇ લે એ કેવું કહેવાય?
મને ખ્યાલ છે ત્યાં સુધી શહેરના જાહેર માર્ગોને વાહનો માટે એક-
માર્ગી કરવા હોય કે રસ્તો બંધ કરવો હોય તો જીલ્લા સમાહર્તા દ્વારા
જાહેરનામું બહાર પાડી જનતાને જાણ કરવાની હોય છે.અને પછીજ
તેનો અમલ થતો હોય છે.પરંતુ ગઈકાલે કચ્છ -મોરબી વિસ્તારના
લોકસભાના ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે કલેકટર
કચેરીએ ગયા ત્યારે સંતોષી માતાના મંદિર પાસેથી પોલીસ દ્વારા
કોઈ પણ જાહેરનામાં સિવાય રસ્તો બંધ કરી દેવાયો.
એક કારવાળા ભાઈ ,જેમની સાથે ગાડીમાં દર્દી હતા એ ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને આજીજી કરતા રહ્યા કે ,'ભાઈ મારી સાથે દર્દી છે ,મ
ને સામે જ સડક પર આવેલા દવાખાનામાં તેમને દાખલ કરવાના છે.
પ્લીઝ મને જવા દો .'ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરીને ઊભેલો પોલીસ મેન ટસ નો મસ ન થયો ,પરંતુ એણે તોછડાઈથી પેલા ભાઈ
ને કહ્યું,'એલા દલીલ કર્યા સિવાય જલ્દી બીજે રસ્તે જા નહિતર દર્દી
ગાડી માંજ મરી જશે '
આ આપણા કાયદાના રક્ષકો !સત્તાધીશોની ચાપલૂસી કરનારા
અને આમ આદમી સાથે ભૂંડો વહેવાર કરનારા ,જનતાએ ચૂકવેલા
કરવેરામાંથી પગાર લઈ જનતા પર જ રૂઆબ જમાવનારા આ વીરો
આ દેશની શરમ છે.જાગો જનતા જાગો આ સ્થિતિ બદલવી જોઈએ !
આ દેશના કાયદાને માન આપનારા નાગરિકોને શાસન તરફથી માન
સન્માન મળવું જોઈએ !
No comments:
Post a Comment