ગઝલ
ઝમઝમનું આ ઝરણ છે,
યા રબનું આ શરણ છે !
ભગીરથની ભવ્યતાથી ,
ગંગાનું અવતરણ છે !
જનક તનયાયે ભૂલે ,
સોનાનું ક્યાં હરણ છે ?
ફફડે તરફડે છે તડકો ,
આ રાત એનું મરણ છે !
નાવિક પગ પખારી લે,
શ્રી રામના આ ચરણ છે !
ગિરિરાજ ન લાગે ભારે,
ગિરિધર એના ધરણ છે !
'કાન્ત' ધારે તો લખી શકે,
આ તો બસ અવતરણ છે !
-----------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------
ઝમઝમનું આ ઝરણ છે,
યા રબનું આ શરણ છે !
ભગીરથની ભવ્યતાથી ,
ગંગાનું અવતરણ છે !
જનક તનયાયે ભૂલે ,
સોનાનું ક્યાં હરણ છે ?
ફફડે તરફડે છે તડકો ,
આ રાત એનું મરણ છે !
નાવિક પગ પખારી લે,
શ્રી રામના આ ચરણ છે !
ગિરિરાજ ન લાગે ભારે,
ગિરિધર એના ધરણ છે !
'કાન્ત' ધારે તો લખી શકે,
આ તો બસ અવતરણ છે !
-----------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------
No comments:
Post a Comment