સ્પર્શ
માનવંતા મોરારજી દેસાઈ !
ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં એ ઉક્તિને સાર્થક કરતા આપણાં સદગત
વડાપ્રધાન મોરારજી દેસાઈનો આજે 121 મો જન્મદિવસ છે.ગાંધીબોધિત પૃવૃત્તિના ઉપા-
સક તેમજ નૈતિક મૂલ્યોના સમર્થ આચાર્ય વિચક્ષણ વહીવટકર્તા મોરારજી દેસાઈનો જન્મ
વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં 1896 ના ફેબ્રુઆરી માસની 29 મી તારીખે થયો હતો.
1977 ની 24 માર્ચના રોજ ભારતના ચોથા વડાપ્રધાન તરીકે તેમની નિયુક્તિ થઇ અને
1979 ની 15 મી જુલાઈએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું.એમના કાર્યકાલ દરમિયાન
જીવન જરૂરી વસ્તુઓના ભાવ એટલા તો 'વ્યાજબી' થઈ ગયા કે લોકો 'રાશનકાર્ડ'ને ભૂલી
ગયા.ત્યારે ખાંડ 2:50 રૂ.કિલો મળતી હતી.
તેમનું ઉચ્ચ નીતિમત્તાભર્યું ચારિત્ર્ય હતું.તેમને 1992માં'ભારતરત્ન'થી સન્માનિત કર-
વામાં આવ્યા હતા.આવા બહુવિધ વ્યક્તિત્વવાળા મહાનુભાવે 10મી એપ્રિલ ,1995ના રોજ
શતાબ્દી વર્ષમાં પ્રવેશીને આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી.વંદન આ મહાપુરુષને !
***
-'કાન્ત'

No comments:
Post a Comment