Tuesday, 9 February 2016

ગઝલ 

જોઈ  શકે  તો જોઈ  લે ,દુનિયાના  ખેલ,
હવે  નથી રહ્યું  અહીં  કોઈ  તલમાં  તેલ .

સંસાર મહીં સપડાયેલા બેડો પાર ન કરે,
પનઘટ  પરથી ઉઠાવ  તુંજ   તારી  હેલ.

ધરી આશા પાયો ચણાવ્યો  કિસ્મત પર,
પણ  અહીં  બધે  છે મમરા વિનાની ભેલ.

અમે ગુનેહગાર  હશું  એમ માની  લીધું,
અને  મળી ગઈ  બારણાં  વિનાની જેલ.

મોરને કળા કરતાં દીઠો સગી  આંખથી,
ને વૃક્ષ  પાછળ રહી ગઈ  બિચારી ઢેલ.

કવિતાથી   ચુંબન   કરી  શકું  છું   હવે,
આ મીટર ,છંદ ના મોહને  પડખે  મેલ.
+++++++++++++++++++++
-'કાન્ત'


No comments:

Post a Comment