ગઝલ
મયકદામાં સામસામે જામ છે બસ જામ છે,
આંખથી જો પી શકો કામ છે બસ કામ છે.
પ્યાસ મારી બળબળે છે અહીં તુજ વિષે,
તું જ પ્યાલી,તું સુરાહી, શામ છે બસ શામ છે.
હું પીઉં છું એ સુરા તો ખુદ છે ઘાયલ,
એક- એક પળના અહીં દામ છે બસ દામ છે.
લાગણીનું પાન લીલું હૃદય સરસું રાખવા,
ઝૂમતા પાગલ નશામાં નામ છે બસ નામ છે.
રંગ આંખોમાં ભરી ચકચૂર સાકી સળવળે,
બાટલીમાં ડૂબવાની હામ છે બસ હામ છે.
પ્રેમ તારો ઝળહળે, આપી દે થોડો 'કાન્ત'ને,
ગેસુઓમાં આજ પણ લામ છે બસ લામ છે.
-----------------------------------------------------
-'કાન્ત'

No comments:
Post a Comment