ગઝલ
મન દીધું , તો માણવાએ દે,
કદીક , ખુદને જાણવાએ દે.
બીજું શું થઈ શકે મારાથી ?
ભીતરનો મેલ છાણવાએ દે.
ઢોલિયો ઢીલો થઈ ગયો છે,
પાંગત એની તાણવાએ દે.
આવું અજવાળું નથી દીઠું,
તિમિરને , શણગારવાએ દે.
હું અચાનક તને સ્પર્શું તો,
થોડો રોમાંચ પામવાએ દે.
હવે દર્દ પડખું બદલે છે,
એને નજીક આવવાએ દે.
મારી આંખમાં જો એકીટસે,
આ પલકને ફરકાવવાએ દે.
***
-'કાન્ત'
મન દીધું , તો માણવાએ દે,
કદીક , ખુદને જાણવાએ દે.
બીજું શું થઈ શકે મારાથી ?
ભીતરનો મેલ છાણવાએ દે.
ઢોલિયો ઢીલો થઈ ગયો છે,
પાંગત એની તાણવાએ દે.
આવું અજવાળું નથી દીઠું,
તિમિરને , શણગારવાએ દે.
હું અચાનક તને સ્પર્શું તો,
થોડો રોમાંચ પામવાએ દે.
હવે દર્દ પડખું બદલે છે,
એને નજીક આવવાએ દે.
મારી આંખમાં જો એકીટસે,
આ પલકને ફરકાવવાએ દે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment