વાસંતી વાયરા !
સખીરી વાસંતી વાયરા વાયા !,
મારી છમ્મલીલી થઈ ગઈ કાયા !
ઝાકળભીની પ્રકૃતિ દીશે સુંદર,
મારે અંગ-અંગ પ્રિયતમ સમાયા !
કોણે પૂર્યા છે આ રંગ ધરતીમાં ?
એ મારા નયણોમાં સાજન છવાયા !
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
એ જી કેસુડાના કામણ પથરાયા !
વહેતા પવનન પકડીને આંગળી,
કે ઓલી ફોરમના મુખ મલકાયા !
પુષ્પ આલિંગીને ગુંજારવ કરતા,
કે ઓલા મકરંદ થઈ ગયા હરાયા !
એક -એક પાંદડીમાં પ્રગટ્યું જીવન,
કે ઓલા કામદેવ પોતે પણ ઘવાયા !
***
-'કાન્ત'
સખીરી વાસંતી વાયરા વાયા !,
મારી છમ્મલીલી થઈ ગઈ કાયા !
ઝાકળભીની પ્રકૃતિ દીશે સુંદર,
મારે અંગ-અંગ પ્રિયતમ સમાયા !
કોણે પૂર્યા છે આ રંગ ધરતીમાં ?
એ મારા નયણોમાં સાજન છવાયા !
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
એ જી કેસુડાના કામણ પથરાયા !
વહેતા પવનન પકડીને આંગળી,
કે ઓલી ફોરમના મુખ મલકાયા !
પુષ્પ આલિંગીને ગુંજારવ કરતા,
કે ઓલા મકરંદ થઈ ગયા હરાયા !
એક -એક પાંદડીમાં પ્રગટ્યું જીવન,
કે ઓલા કામદેવ પોતે પણ ઘવાયા !
***
-'કાન્ત'
No comments:
Post a Comment