Wednesday, 10 February 2016

ગઝલ 

તમારું   તો    ચમન   આખું,
અમારી  તો  ક્યારીએ  નહીં .

કોઠાર  ભર્યા   છે   ધાન્યથી,
અમારી તો જવારીએ  નહીં .

તમે   જીવો  મરણને  મારી,
અમારી તો તૈયારીએ  નહીં .

કેટલાં  ભાર   ઊંચકો  શ્વાસે ?
અમારે  તો સવારીએ  નહીં .

હા, અહીં  બધુંજ  છે  તમારું,
અમારી તો બુઆરીએ નહીં .

સજ્જ છો તમે બધા જ શસ્ત્રે,
અમારે  તો  કટારીએ   નહીં .

તમારે  સૂવા છત્તર -પલંગ,
અમારે તો  પથારીએ  નહીં .
                 ***
-'કાન્ત'

No comments:

Post a Comment